GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ – ૨૦૨૫ અંતર્ગત રાજકોટમાં વોલીબોલ ઓપન બોયઝ ટુર્નામેન્ટનું સમાપન

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
વોલીબોલ ઓપન બોયઝ ટુર્નામેન્ટમાં ગોલ્ડ ટ્રોફી પર મારવાડી યુનિવર્સિટીનો કબજો
Rajkot: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરોટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત યોજાયેલી વોલીબોલ ઓપન બોયઝ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
ક્વિટોન્ઝ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં શિસ્તબદ્ધ ખેલ, મજબૂત ડિફેન્સ અને મહેનત બતાવી હતી. અંત સુધી લડત આપીને તેમણે સિલ્વર પદક મેળવ્યો હતો. પડધરી ટીમે બ્રોન્ઝ પદક મેળવ્યો હતો.
આ ટુર્નામેન્ટે ફક્ત વિજેતાઓને નહીં પરંતુ દરેક ખેલાડીને રમતગમતની ભાવના વધુ મજબૂત કરવાની તક આપી છે. આયોજન સમિતિએ તમામ ટીમો, કોચ અને રમતપ્રેમીઓને આભાર વ્યક્ત કર્યો હતો.





