Rajkot: રાજકોટમાં જિલ્લામાં જનજાતિ ગૌરવ રથયાત્રા યોજાઇ બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિએ વ્યાપક જનજાગૃતિના કાર્યો કરતો રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમ્યાન જનજાતિય ગૌરવ રથયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન ફિલ્ડ કક્ષાએ ઇન્ટર-કમ્યુનિકેશન અને બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશનના વિવિધ માધ્યમો દ્વારા વ્યાપક જનજાગૃતિ લાવવા અનેક પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું અસરકારક અમલીકરણ કલેકટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર.આર. ફુલમાલી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય કેંદ્રો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહીક આરોગ્ય કેંદ્ર/ અર્બન આરોગ્ય કેંદ્ર, અને આયુષ્માન આરોગ્ય મંદીર દ્વારા જંતુજન્ય, પાણીજન્ય રોગો, રસીકરણ, કુટુંબ નિયોજન, નિરામય ગુજરાત, પાણીનો યોગ્ય ઉપયોગ, કલોરીનેશન અને પાણી બચાવો, આયુષ્માન કાર્ડનો ઉપયોગ, PMJAY કાર્ડનું વિતરણ, PMJAY કાર્ડમાં E- KYC/ મા-કાર્ડ માં આવકના દાખલા અંગે માહિતગાર કરાયા હતા, યોગ શિબિરો યોજીને તંદુરસ્તી અંગે જાગૃત કરાયા, સિકલસેલ -કાર્ડ વિતરણ અને આંખોની ચકાસણી (આઈ ચેકઅપ કેમ્પ) કરવામાં આવી હતી તેમજ ચશ્માની જરૂરીયાત માટેના લાભાર્થીઓને સ્થળ પર ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિકરી યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવાયું છે.






