GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી રાજકોટ ૭૦ વિધાનસભા બેઠકની પદયાત્રા

તા.17/11/2025

વાત્સલયમ્ સમાચાર

એકતા અને અખંડિતતાનું ઉદાહરણ પૂરી પાડતી પદયાત્રા: નાગરિકો તિરંગાના રંગે રંગાયા

એન.સી.સી., યોગ બોર્ડ, સામાજિક અગ્રણીશ્રી, જન પ્રતિનિધિશ્રીઓ જોડાયા: રાજમાર્ગો પર ‘પદયાત્રા’નું રંગોળી, ફૂલહાર, સાંસ્કૃતિક કૃતિથી સ્વાગત કરાયું

Rajkot: લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર પર રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એકતા પદયાત્રા (યુનિટી માર્ચ) નું આયોજન દેશભરમાં કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર દક્ષિણ ૭૦ વિધાનસભા વિસ્તારના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિરથી બેકબોન ચોક સુધી ૦૭ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનો શુભારંભ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરીને થયો હતો. મંચ પરથી યુનિટી ફ્લેગ દેખાડી યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પદયાત્રા પેલેસ રોડ ગુંદાવાડી તરફ જતાં મુસ્લિમ સમાજના અગ્રણીશ્રીઓ તથા લક્ષ્મીવાડી તરફ જતાં મદન મોહન હવેલીના વૈષ્ણવ જનોએ પદયાત્રામાં જોડાયેલ તમામનું સ્વાગત કર્યું હતું. અને સામાજિક અને સાંપ્રદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, મહાનગરપાલિકા, પોલીસ, આરોગ્ય સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનો અનેરો સહકાર મળ્યો હતો.

આ પદયાત્રામાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો શ્રી રમેશ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રી માધવ દવે, પૂર્વ મંત્રીશ્રી ગોવિંદ પટેલ, શ્રી મનિષભાઈ રાડીયા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય,શાપર વેરાવળ એસોસિએશનના હોદેદારો, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમ, પ્રાંત અધિકારીશ્રી શ્રી ચાંદનીબેન પરમાર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી રમા મદ્રા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન શેરસિયા, એન.સી.સી. કેડેટ્સ, યોગ બોર્ડ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, ડી.એલ.એસ.એસ. શાળાના ખેલાડીઓ, વિવિધ શાળા કોલેજના છાત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!