Rajkot: ‘ચિલ્ડ્રન્સ ડે’ નિમિતે રાજકોટ જિલ્લામાં ‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત ૧૦૦ લાભાર્થીઓને રૂ. એક કરોડ દસ લાખના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: “ચિલ્ડ્રન્સ ડે”ના પાવન અવસર પર રાજકોટ જિલ્લામાં દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત એક નોંધપાત્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
‘વ્હાલી દિકરી’ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં મંજુર થયેલા કુલ ૧૦૦ લાભાર્થીઓને રૂ. 1,10,00,000/- (એક કરોડ દસ લાખ) માટેના મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ વિતરણ માત્ર સહાય નહીં, પરંતુ સમાજમાં દીકરીને સમાન તક આપવાની દિશામાં લેવાયેલુ એક મજબુત પગલું છે.
આ સહાય દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને વધુ મજબૂત બનાવશે અને તેમના ભવિષ્ય નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આ પ્રસંગે આ પ્રસંગે ડીસ્ટ્રીકટ મિશન કો ઑર્ડીનેટર જેવીના માણાવદરીયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી તપન નથવાણી, સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






