
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના કરુણ મૃત્યુ – 1 દિવસનું બાળક પણ આગમાં ભડથું થયું – ઘટનાના CCTV સામે આવ્યા – ડોકટર,નર્સ ,બાળક અને બાળકના પિતાનું મોત
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લુણાવાડા શહેરનાં રહેતા જીગ્નેશભાઈ મહેશભાઈ મોચી (ઉ.વ. 38) પોતાના તાજા જન્મેલા એક દિવસના બાળકને સારવાર અર્થે રીચ હોસ્પીટલ, મોડાસા થી ઓરેન્જ હોસ્પીટલ, અમદાવાદ એમ્બ્યુલન્સ મારફતે લઈ જઈ રહ્યા હતા. દરમિયાન તા. 18/11/2025ના રોજ આશરે રાત્રે 1:00 વાગ્યે, મોડાસા થી ધનસુરા રોડ પર રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી.એમ્બ્યુલન્સના ડ્રાઇવર અંકીતભાઈ રામાભાઈ ઠાકોર (ઉ.વ. 24), રહે – પરમેશ્વરની ચાલી, ગાંધીવાસ–2, મોઢેરા સ્ટેડિયમ પાસે, અમદાવાદે તરત જ વાહન રોક્યું. તેમ છતાં આગ ઝડપથી ફેલાતા આગળ બેઠેલા ત્રણ લોકો દાઝી ગયાં જ્યારે પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો ગભરાટમાં બહાર ન નીકળી શકતાં આગ વીકરાળ બની ગઈ અને ચારેયના ઘટનાસ્થળે જ એમ્બ્યુલન્સમાં આગની ઝપેટમાં કરુણ મોત નિપજ્યા હતા
સમગ્ર ઘટનાને લઈ એમ્બ્યુલન્સ માં આગ લાગી હોવાના CCTV સામે આવ્યા છે જેમા મોડાસા તરફથી જતી એમ્બ્યુલન્સ માં ચાલુ ગાડીએ જ આગ લાગી હોવાનું CCTV માં જોવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર ઘટના ને લઈ ચાર લોકો જીવતા આગની ઝપેટમાં હોમાયા છે. ઘટના ને લઈ પરિવારમાં શોક નો માહોલ છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પોલીસ ખડકી દેવામાં આવી છે. ઘટના ને જોતા કહી શકાય કે હવે એમ્બ્યુલન્સ પણ સુરક્ષિત રહી નથી જેને લોકો સુરક્ષિત માની રહ્યા છે.વધુના નાના બાળકનો જીવ બચાવતા જતા અન્ય 3 લોકો નો પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરંતુ હાલ આ ઘટના ને લઈ અરવલ્લી જિલ્લામાં ચકચાર જોવા મળી રહી છે પરંતુ એમ્બ્યુલન્સ માં આગ કઈ રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલ પોલીસધ્વારા ઝીણવટ ભરી તપાસ શરૂ છે
દાઝી ગયેલા વ્યક્તિઓ (જીવતા બચેલા):
1. અંકીતભાઈ રામાભાઈ ઠાકોર (ઉ.વ. 24) – એમ્બ્યુલન્સ ડ્રાઇવર, અમદાવાદ
2. ગૌરવકુમાર મહેશભાઈ મોચી (ઉ.વ. 40) – રહે: ફુવારા ચોક, લક્ષ્મીફળી, લુણાવાડા
3. ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી (ઉ.વ. 60) – રહે: ફુવારા ચોક, લક્ષ્મીફળી, લુણાવાડા
સ્થળ પર જ મોત પામેલા મૃતકો:
1. જીગ્નેશભાઇ મહેશભાઇ મોચી (ઉ.વ. 38) રહે – કુવારાચોક, લક્ષ્મીફળી, લુણાવાડા
2. જીગ્નેશભાઈનું તાજુ જન્મેલ અધુરા માસનું બાળક (ઉ.વ. 1 દિવસ)
3. ડોક્ટર રાજકરણ શાંતીલાલ રેટીયા (ઉ.વ. 30) રહે – ઓરેન્જ હોસ્પિટલ, ચાંદખેડા, અમદાવાદ મુર વતન (ચિઠોડા)
4. નર્સ ભુરીબેન ડો/ઓ રમણભાઇ મનાત (ઉ.વ. 23)રહે – મનાતફળીયુ, ઓઢા ભડવચ, તા. મેઘરજ, જી. અરવલ્લી






