BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: NH 48 પર કેબલ બ્રિજ નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલદ ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહનચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મુલદથી ઝાડેશ્વર તરફ જઈ રહેલા આ ટ્રકમાં આગ લાગતા થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!