ખેલ મહાકુંભ એથ્લેટિકમાં નવસારી જિલ્લા કક્ષાએ પીપલખેડ હાઇસ્કૂલના ચાર ખેલાડીની રાજ્યકક્ષા માટે પસંદગી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રમશે ગુજરાત જીતશે ગુજરાત સ્લોગન હેઠળ ના ખેલ મહાકુંભ 2025 માં શ્રી લાલભાઈ આર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ તા. વાંસદા ની એથ્લેટિક ખેલાડી બહેનોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને તાલુકામાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ નવસારી મુકામે મદ્રેસા હાઈસ્કૂલ ખાતે ભાગ લીધો હતો. જેમાં દુમાળ પાયલ લાલજી 800 મી.400મી. દોડ, ધનગરે રોશની રવિન્દ્ર 100મી.દોડ, ખટોરીયા સ્નેહલ દિપક ચક્રફેક, દીવા સલોની કમલેશ 3000મી.દોડ અને ઊંચી કુદ, ભાવર દેવકી ભુપેન્દ્ર 1500મી.દોડ તમામે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો જેમાં ચાર ખેલાડીઓની પસંદગી રાજ્યકક્ષાએ રમવા માટે કરવામાં આવેલ છે, શાળાને ગૌરવ અપાવનાર તમામ એથ્લેટિક દીકરીઓને શાળા સંસ્થા શ્રમજીવી સંસ્કાર સભા બલવાડાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ પરસોત્તમભાઈ અને શાળાના આચાર્ય શૈલેષ પટેલે તમામને શુભેચ્છા આપી રાજ્યકક્ષાએ પણ ઝળહળથી સિદ્ધિ માટે આશિર્વચન આપ્યા હતા, તમામ ખેલાડીના પીટીના કોચમિત્રો સચિન ભાઈ અને કલાવતીબેન પણ શાળા પરિવાર વતી શુભેચ્છા આપવામાં આવી હતી




