GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વજેપર સર્વે નં.૬૦૨ ચકચારી જમીન કૌભાંડના મુખ્ય આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાનો જામીન પર છુટકારો.

 

MORBI:મોરબીના વજેપર સર્વે નં.૬૦૨ ચકચારી જમીન કૌભાંડના મુખ્ય આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાનો જામીન પર છુટકારો.

 

 

મોરબી એ ડિવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓઅ એકબીજા સાથે બળી ફરીયાદીના પિતા બેચરભાઈ ડુંગરભાઈ નકુમની વજેપર સીમમાં આવેલ ખાતા નં.૧૫૮, સર્વે નં. ૬૦૨ વાળી ૧-૫૭-૮૩ હે.આરે.ચો.મી. ખેતીની જમીન જે-તે સ્થિતિમાં હોય અને વારસાઈ કરાવેલ ન હનેય જેનો ફાયદો ઉઠાવી આરોપી નં. (૧) શાંતાબેન મનજીભાઈ પરમાર એ ફરીયાદીના માતા-પિતાના મરણના ખોટા દાખલા બનાવી , ખરા તરીકે ઉપયોગ કરી, ખોટી વારસાઈ એન્ટ્રી કરાવી ફરીયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન બારોબાર આરોપી નં. (૨) સાગર અંબારામ ફુલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી દેતા, બંને આરોપીઓએ એકબીજા સાથે મેળાપી પણુ કરી ફરીયાદીની વડીલોપાર્જિત કિંમતી જમીન પચાવી પાડવા ગેરરીતી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી કલમ-એ ડિવી. પોલીસે બી.એન.એસ એકટની ૩૩૬(૨),૩૩૬ (૩),૬૧,૨૨૯(૧),૨૩૫,૨૩૬,૩૩૮,૩૪૦(૨),૩૩૯,૩(૫), ૩૪૧(૪) ( આઈ.પી.સી. એકટની કલમ-૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧, ૪૭૨, ૪૭૪,૩૪,૧૨૦(બી), ૧૯૩,૧૯૮) મુજબનો ગુનો નોંધી આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપી હેતલબેન વિજયભાઈ ભોરણીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ઘ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટમાં જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, એડવોકેટશ્રી હરીસિંહ સોઢા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!