BHARUCHGUJARATJHAGADIYA

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ સાત વર્ષથી નાસતા ફરતા બે આરોપી ઝડપી લીધા

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ સાત વર્ષથી નાસતા ફરતા બે આરોપી ઝડપી લીધા

 

ઝઘડિયા તા.૧૮ નવેમ્બર ‘૨૫

 

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ છેતરપીંડીના ગુના હેઠળ છેલ્લા સાત વર્ષથી નાસતાફરતા બે આરોપીઓને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધા હતા.ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ તથા પેરોલ ફર્લો જમ્પ આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને પીએસઆઇ આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકમાં નંધાયેલ છેતરપીંડીના ગુનામાં પકડવાનો બાકી છેલ્લા ૦૭ વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી દિલીપભાઇ ઘૂસાભાઇ ઠુમ્મર રહે.કામરેજ જિ.સુરત અને મુળ રહે.અનિડા ગામ તા.કુંકાવાવ જિ.અમરેલી તેના ઘરે આવેલ છે. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સુરત જીલ્લાના કામરેજ ખાતે જઇને તપાસ કરીને દિલીપભાઇ ઘૂસાભાઇ ઠુમ્મરને આજરોજ તા-૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ઝડપી લીધો હતો, તેમજ આરોપી નં.૨ ભીખીબેન ઉર્ફે ગીતાબેન અજયસંગ વસાવા રહે.ઉમલ્લા તા.ઝઘડિયા જિ.ભરૂચનાને તેના રહેણાંક ઘરેથી ઝડપી લીધા હતા,અને આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ મથકને સોંપ્યા હતા.

Back to top button
error: Content is protected !!