ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો – 51 હજાર ચોપડા આપી કાર્યકરો એ સ્વાગત કર્યું,એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો – 51 હજાર ચોપડા આપી કાર્યકરો એ સ્વાગત કર્યું,એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

 

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન તેમજ જાહેરસભા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકેની પસંદગી બાદ પ્રથમ વખત તેઓ અરવલ્લી જિલ્લાના પ્રવાસે પહોંચતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કાર્યક્રમની શરૂઆત મોડાસામાં બનેલી એમ્બ્યુલન્સ આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

કાર્યક્રમ દરમિયાન સ્વદેશી અભિયાનનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવા હજારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અભિવાદન કાર્યક્રમને અનુસરીને ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. રેલી મોડાસા કોલેજ રોડથી શરૂ થઈ સહયોગ બાયપાસ માર્ગે આગળ વધી પેલેટ ચોકડી સુધી પહોંચતા શહેરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો.જગદીશ વિશ્વકર્માએ જાહેરસભામાં પ્રદેશ સંગઠન, કાર્યકર્તાઓની ભૂમિકા અને આગામી વિકાસની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાને લઈને મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક અગ્રણીઓ તેમજ શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!