BODELICHHOTA UDAIPURGUJARAT

2002ની યાદી આધારિત SIR પ્રક્રિયા અંગે બોડેલીમાં વધતી અસમંજસતા અને ચર્ચા

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા દરમિયાન બોડેલી વિસ્તારમાં લોકો માં રોષ

સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેનશીવ રીવીઝન) પ્રક્રિયા અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઘણા વિસ્તારોમાં ફોર્મ સમયસર ન પહોંચતા લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

સરકાર દ્વારા 2002ની મતદારયાદીને આધાર બનાવી હાલની SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કેટલીક જગ્યાએ 2002ની યાદીમાં ઘણા વરિષ્ઠ નાગરિકોના નામ જ નથી. 50થી 80 વર્ષની વયનાં ઘણાં લોકો છેલ્લા 30–50 વર્ષથી મતાધિકારનો ઉપયોગ કરતા આવ્યા છે, છતાં 2002ની યાદીમાં નામ ન હોવાથી તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફોર્મ ન મળવા, નામ ન દર્શાવવાના પ્રશ્નો અને જરૂરી માર્ગદર્શન ન મળતા અનેક વિસ્તારોમાં લોકો રોષે ભરાયા છે. સ્થાનિકોમાંથી ઘણા લોકોએ માંગણી કરી છે કે ઝડપથી યોગ્ય યાદી આધારિત કાર્ય થાય અને કોઈપણ મતદારનો અધિકાર બાજુ પર ન રહી જાય.

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!