GUJARAT

દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલીયા ચોકડી પર બે ટ્રકો વચ્ચે અકસ્માત અકસ્માતમાં ટ્રક ચાલકોનું આબાદ બચાવ 

તા.૧૮.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલીયા ચોકડી પર બે ટ્રકો વચ્ચે અકસ્માત અકસ્માતમાં ટ્રક ચાલકોનું આબાદ બચાવ

દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર ફરીવાર અકસ્માત રિપીટ થયો છે.આજથી બે દિવસ અગાવ દાહોદ શહેરના અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદ શહેરના પ્રવેસતાજ ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.તેવીજ રીતે અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલીયા ચોકડી પર RJ.09GD.4054 નંબરની ટ્રકનો ચાલક ઇન્દોર અમદાવાદ હાઇવે થી અમદાવાદ ઇન્દોર હાઇવે તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન અમદાવાદ તરફથી MH.40.AK 7170 નંબરની ટ્રક નો ચાલાક બેફિકરાઈ થી ટ્રક દોડાવી લાવી મુવાલીયા ચોકડી પર યુ ટર્ન લઈ રહેલ ટ્રક ને જોષ ભેર રીતે ટક્કર મારતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બન્ને ટ્રકના ચાલકોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી.અકસ્માત થતા આસપાસના લોકો મદદે દોડી આવી 108 ને જાણ કરી 108 મારફતે ઈજાગ્રસ્ત ટ્રક ચાલકોને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ પોલિસને થતા પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણે હાઇવે પર થયેલ ટ્રાફિક જામને હલ કરવાની કામગીરી હાથ ઘરી તપાસનો ધમ ધમાટ આરંભ કર્યો

Back to top button
error: Content is protected !!