GUJARATTHARADVAV-THARAD
થરાદ પંચાયતના ફાયર બાટલા એક્સપાયર સરકારી કચેરીમાં જ બેદરકારી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાનાં થરાદ ખાતે આવેલ તાલુકા પંચાયત ઓફિસમાં ફાયર સેફ્ટીના બાટલા એક્સપાયર જોવા મળ્યા છે, જે જનસુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જો સંજોગવશાત આગ લાગવાની કે શોર્ટ સર્કિટ થવાની ઘટના બને તો જાનહાની માટે જવાબદાર કોણ રહેશે એવો સવાલ સ્થાનિક નાગરિકો તથા કર્મચારીઓ વચ્ચે ચર્ચાસ્પદ બન્યો છે.
સરકારી કચેરીઓમાં જ જો આટલી બેદરકારી જોવા મળી રહી હોય તો અન્ય સંસ્થાઓ, સરકારી મકાનો કે જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી સુવિધાઓની હાલત કેવી હશે એ અંગે પણ શંકાના વાદળો મંડરાઈ રહ્યા છે. ફાયર સેફ્ટીના બાટલા સમયસર ચેક ન થવા, મેન્ટેનન્સ ન થવા અને એક્સપાયર થયા બાદ પણ બદલી ન કરવામાં આવતા જવાબદારી નક્કી કરવાની માંગ સતત ઉઠી રહી છે.




