નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગ અંગે શાળાના વિધાર્થીઓને માર્ગદર્શન આપી માહિતગાર કરાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેર વિવિધ સ્થળોએ ફાયર સેફ્ટી અંગે રાખવા જેવી તકેદારી સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમો હાથ ધર્યા છે.જે અંતર્ગત આજરોજ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ અન્ય સ્કૂલના વિધાર્થીઓને નવસારી મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમે સ્થળ જઇ માર્ગદર્શન પૂરો પાડ્યો હતો જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સતર્ક રહેવું, ફાયર એક્સટિંગ્વિશરનો યોગ્ય ઉપયોગ, ઈમરજન્સી સમયે ઝડપથી ખાલી કરાવવાની પ્રક્રિયા, તેમજ જાત અને અન્યની સુરક્ષા માટે કઈ કઈ પૂર્વજોગવાઈ રાખવી તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી. પ્રેક્ટિકલ ડેમો દ્વારા વિદ્યાર્થીઓએ ટ્રેનિંગનો સીધો અનુભવ મેળવી સુરક્ષા બાબતે સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ તાલીમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. 




