
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત નવેમ્બર માસમાં આગામી તારીખ ૨૬-૧૧-૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે કેશોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદારશ્રી, કેશોદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




