BANASKANTHADEESA

લાખણી ખાતે કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત તાલુકા પ્રમુખ સાગરભાઈ રબારીનો પદગ્રહણ સન્માન સમારોહ યોજાયો

ઢીમા થી શરૂ થનાર જન આક્રોશ યાત્રા નુ ભવ્ય સ્વાગત નુ આયોજન કરાયુ,

લાખણી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત તાલુકા પ્રમુખ તરીકે સાગરભાઈ રબારીની નિમણૂક બાદ પદગ્રહણ તથા સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ગુજરાત કોંગ્રેસ સમિતના પ્રમુખ અમિતભાઇ ચાવડા ની સૂચના અનુસાર અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ની સૂચના મુજબ ,નવનિયુકત તાલુકા પ્રમુખ પદગ્રહણ સન્માન સમારોહ તેમજ તા.21.11.2025 ના રોજ ઢીમા થી શરૂ થનાર જન આક્રોશ યાત્રા ની મીટીંગ તેમજ ભવ્ય સ્વાગત ના આયોજન માટે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત , પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરીયા , પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પારજીજી ઠાકોર આગથળા. જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી ,લાખણી તાલુકા યાત્રા ના પ્રભારી તેમજ પ્રદેશ ઓબીસી ચેરમેન રમેશભાઈ દેસાઈ , વાવ થરાદ જીલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ, થરાદ તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર ,ભેમાભાઈ ચૌધરી , પૂર્વ તાલુકા પ્રમુખ જયેશભાઈ કરમટા,બી.કે.દેતાલ.પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ રબારી, તાલુકા કાર્યકારી પ્રમુખ ભલજીભાઈ રાજપૂત ,કાર્યકારી તાલુકા પ્રમુખ દેવીલાલભાઈ પટેલ, પ્રકાશજી ઠાકોર પેપળુ.જીલ્લા ,તાલુકા પંચાયત પૂર્વ ડિલિગેટશ્રીઓ જવાબદાર કાર્યકર્તા સાથે લાખણી તાલુકા કોંગ્રેસ પરિવાર તથા ના તમામ હોદેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા
તાલુકા જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો દ્વારા સાગરભાઈને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા આ પ્રસંગે સાગરભાઈ રબારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ તાલુકાના દરેક ગામ, દરેક કાર્યકર અને સામાન્ય જનતા સાથે મળીને સંસ્થાને વધુ સક્રિય અને સંઘટિત બનાવશે. તેમણે ખેડૂતો, યુવાનો, મહિલાઓ તથા પછાત વર્ગોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કાર્યક્રમમાં અનેક વક્તાઓએ કોંગ્રેસના મૂલ્યો, સંગઠનશક્તિ અને લોકતંત્રમાં પક્ષના યોગદાન અંગે પોતાના વિચારો રજૂ કર્યા. યુવા નેતાઓએ સાગરભાઈની આગેવાનીમાં તાલુકામાં નવી ઉર્જા અને સક્રિયતા જન્મશે એવી આશા વ્યક્ત કરી. અંતે આભારવિધી સાથે સમારોહ પૂર્ણ થયો હતો. લાખણી તાલુકા કોંગ્રેસમાં નવું નેતૃત્વ મળતા કાર્યકરોમાં ઉત્સાહ અને નવી આશાઓનું વાતાવરણ જોવા મળ્યું હતું.

અહેવાલ – ભરત ઠાકોર ભીલડી

Back to top button
error: Content is protected !!