GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત શપથ લીધા 

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

યુવાનો કોઈપણ રાષ્ટ્રની કરોડરજ્જુ હોય છે અને તેમનું શક્તિશાળી યોગદાન સમાજ તેમજ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને, નશાના દૂષણ વિરુદ્ધ યુવાઓ અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘નશામુક્ત ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં, પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિક્ષક પંચમહાલ-ગોધરા ડૉ. હરેશભાઈ દુધાતના વરદ હસ્તે, પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા.પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે આ શપથ લઈને સમાજને નશા મુક્ત બનાવવા અને યુવાનોને આ દૂષણથી દૂર રાખવાના સંકલ્પને દ્રઢ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!