ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી.
સંતશ્રી સદારામ બાપા ગૌ-શાળામા બિરાજમાન શ્રી રાધે-કૃષ્ણ ભગવાન ના મંદિરના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરતકવદ-૧૪ ને બુધવાર તા. ૧૯/૧૧/૨૦૨૫ થી

ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી.
ઓગડ તાલુકાના ઘેઘૂરવડના નામથી પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે તેવી તાણા ગામની પાવન ધરામાં શ્રી શિશુ મંદિરની સામે મેદાનમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાંતલપુર હાલ અમેરિકાના મુખે પાદરડી ગામની પાવન ધરા પર સંતશ્રી સદારામ બાપા ગૌ-શાળામા બિરાજમાન શ્રી રાધે-કૃષ્ણ ભગવાન ના મંદિરના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરતકવદ-૧૪ ને બુધવાર તા. ૧૯/૧૧/૨૦૨૫ થી માગસરસુદ-૫ ને મંગળવાર તા. ૨૫/૧૧/૨૦૨૫ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી ૭ દિવસ યોજાનાર છે ત્યારે આજે સવારે કથાના મુખ્ય યજમાન સ્વ. મુક્તાબેન અચરતલાલગોકલાણી પરિવારના રામ- લક્ષ્મણની જોડી સમાન હર્ષદ-નિરંજન ઠક્કરના નિવાસ સ્થાનેથી પોથીયાત્રા ઢોલ નગારા સાથે શરણાઈઓના સૂરો વચ્ચે જૈન શ્રેષ્ઠિ અતુલભાઈ શાહ,શિરવાડા સરપંચ કરશનભાઈ જોષી,તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ,કનુભાઈ પ્રજાપતિ બનાસ,વિજયભાઈ ટેસ્ટી,રાજુ લાટી,રાજુ નીલકંઠ ની ઉપસ્થિતિમાં નીકળી કથા મંડપે પહોંચી હતી.પોથીની આરતી ઉતારી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની શરૂઆત કરવામાં આવેલ.પ્રથમ દિવસે વિશાળ સંખ્યામા તાણા-થરા નગરજનો એ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો લાભ લીધો હતો. કથામાં સ્વ.નટવરલાલ કાનજીભાઈ સોની પરિવાર ભાભર,ઠાકોર સવિતાબેન વેલાજી નાનાજામપુર,સ્વ. મેનાબેન છગનભાઈ જોશી માનપુરા પરિવારના કનુભાઈ તથા સુરેશભાઈ ધરતી નર્સરી કંબોઈ સહિત અનેક દાતાઓ યથા શક્તિ દાન આપી સહભાગી થયા છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







