કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ ખાતે માન.પ્રધાનમંત્રીશ્રીનો જીવંત પ્રસારણ યોજવામાં આવેલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ ખાતે તા.૧૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૧ મો હપ્તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ કાર્યક્રમ દ્વારા લગભગ ૯ કરોડ ખેડૂતોને કુલ રૂ. ૧૮૦૦૦ કરોડની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી. આ યોજનાથી દેશના નાના અને સીમાંત ખેડૂતોને સતત આર્થિક મદદ મળી રહી છે. પીએમ કિસાન હેઠળ ખેડૂત પરિવારોને દર વર્ષ રૂ. ૬૦૦૦ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. રાજ્યના વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કૃષિ યુનિવર્સિટી તેમજ સરકારી સંસ્થાઓમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોવા મળ્યું. જીવંત પ્રસારણ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ કૃષિ ક્ષેત્રના સમુચ્ચય વિકાસ, આધુનિક ખેતી, પાણી વ્યવસ્થાપન અને પાકના વધારા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી પહેલોની ચર્ચા કરી. કેવીકે થરાદ ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું. કેવીકે ના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. પી બી સિંહ દ્વાર ખેડૂતો સાથે સંવાદમાં રવિ પાકોનું પાક પ્રબંધન વર્તમાન હવામાન પરિસ્થિતિ મુજબની વાવણીની ભલામણો અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. મુકેશભાઈ ચૌધરી દ્વારા જમીન સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂક્યો તેમજ પાક ફેરબદલી તથા રાસાયણિક ખાતરના સંતુલિત ઉપયોગ અંગે ખેડૂતોને જરૂરી સલાહ આપી. સદર કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્ય શ્રી પરબતભાઈ એસ. પટેલ હાજર રહ્યા હતા, કૃષિ મહાવિદ્યાલય, થરાદના પ્રિન્સિપલ ડૉ. આર.એલ. મીના, ATMA અને જીલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ કાર્યક્રમમાં ભાગ લઈને ખેડૂતોને યોજનાની વિગતવાર માહિતી આપી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, થરાદના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતાં.




