ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની દોડધામ : છેલ્લા કેટલાય સમયથી ખાતર માટે લાઈનોની પરિસ્થિતિ ઊભી..!! બજારોમાં યુરિયા ખાતર મોટા પ્રમાણમાં મળતું હોવાનો દાવો 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની દોડધામ : છેલ્લા કેટલાય સમયથી ખાતર માટે લાઈનોની પરિસ્થિતિ ઊભી..!! બજારોમાં યુરિયા ખાતર મોટા પ્રમાણમાં મળતું હોવાનો દાવો

અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી વધતી ઠંડી વચ્ચે ઘઉંની વાવણીના મહત્વના સમયમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે જ ખેડૂતો સહિત મહિલાઓ અને પુરુષો ખાતર મેળવવા માટે કેન્દ્રો આગળ લાંબી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બને છે.સ્થાનિક બજારમાં યુરિયા ખાતર ભરેલા ટ્રેક્ટર અને રિક્ષાઓ સતત પસાર થતી હોવા છતાં ખેડૂતોને સમયસર ખાતર ન મળે તેવો પ્રશ્ન ચકચારી રહ્યો છે. અછત ન હોવાની ચર્ચાઓ વચ્ચે પણ કેમ રોજિંદા લાઈનો લાગી રહી છે તે મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે

ખેડૂતોનું કહેવું છે કે ખાતર વિશે વધુ પૂછપરછ કરતા સંબંધિત અધિકારીઓ કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. જેના કારણે “યુરિયા માટે લાઈનો લાગવાનું સાચું કારણ શું..?” તેમજ “જવાબદાર તંત્ર કેમ ધ્યાન નથી આપતું..?” જેવી શંકાઓ વધુ ઊંડા બની રહી છે.મેઘરજ વિસ્તાર ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાય છે. ઉચ્ચ હોદ્દેદાર આગેવાનો અહીંથી પસાર થતા હોવા છતાં ખાતરની સમસ્યાએ તેમની નજર કેમ ખેંચી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.હાલમાં ચાલી રહેલી આ પરિસ્થિતિમાં સૌથી વધુ પીસાઈ રહ્યો છે ખેડૂત. વારંવાર સર્જાતી ખાતરની અછત જેવી સ્થિતિ ક્યારે સુધરશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાને કારણે ખેડૂતોમાં રોષ સાથે નિરાશા પણ જોવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!