
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં રોડની રીસર્ફેસીંગની કામગીરી યુદ્ધના ધોરણે ઝડપભેર ચાલુ : મેઘરજ-રામગઢી-લીંબોદરા-વાળંદફળી રોડની કામગીરી
અરવલ્લી જિલ્લામાં રસ્તાઓના ઝડપી વિકાસ અને માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સૂચનાઓ હેઠળ અરવલ્લી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગે મેઘરજ-રામગઢી-લીંબોદરા-વાળંદફળી રોડનું સમ્પૂર્ણ રીસર્ફેસીંગ કર્યું છે.આ રોડ ઉપરના તેના પર ખાડા તથા ખરાબ હાલતને કારણે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોને ભારે હાલાકી પડતી હતી. આ રોડનું નવીનીકરણ થતાં મેઘરજ, રામગઢી, લીંબોદરા, વાળંદફળી સહિત આસપાસના ગામોના હજારો નાગરિકોને સીધો લાભ થશે. ખાસ કરીને ખેતપેદાશોના પરિવહનમાં ઝડપ અને સલામતી વધશે.





