
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે., વઘઈ ખાતે પીએમ પ્રણામ યોજના અંતર્ગત એન.કે.એસ.કે. ચિખલી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા “કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન” (Soil enrichment through Natural Farming) અંગે કિશાન સગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે. બી. ડોબરીયા એ પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા કે.વી.કે ના કાર્યો, ડૉ. પ્રતીક જાવીયા એ સેંદ્રિય કાર્બન અને જમીન આરોગ્ય તેમજ શ્રી બી.સી. નાયક,એરિયા મેનેજર જી. એન. એફ. સી., સુરત એ પીએમ પ્રણામ યોજનાની વિસ્તૃત માહિતી અંગે વ્યાખ્યાયન (Lecture) આપ્યું હતું. ત્યારબાદ શ્રી કે. વી. પટેલ ખેતીવાડી અધિકારી એ જીવામૃત બનાવવાની તથા જમીનનો નમૂનો લેવાની પધ્ધતિનું મેથડ ડેમોસ્ટ્રેશન આપ્યું હતું. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, રાજેન્દ્રપુર ફાર્મના વિવિધ ડેમોસ્ટ્રેશન યુનિટ તથા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. આ કાર્યક્રમનું ખૂબ સફળ રીતે સંચાલન શ્રી એસ. જે. વેકરીયા, જિલ્લા ઇન્ચાર્જ, નવસારી, વલસાડ અને ડાંગ કરેલ હતું. સદર કાર્યક્રમમાં ૬૫ થી વધુ મહિલા તથા પુરુષ ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.




