વડગામ–લાખણી–થરાદ–કાંકરેજ અને અમીરગઢ તાલુકાના વિવિધ માર્ગનું નવીનીકરણ

20 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
૫ તાલુકાના ૧૬થી વધુ ગામના લોકોને મુસાફરીમાં
મળશે મોટી રાહત.માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર હસ્તકના વડગામ, લાખણી, થરાદ, કાંકરેજ અને અમીરગઢ તાલુકાના વિવિધ રસ્તાઓનું નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર અને વરસાદના કારણે ખાડા પડ્યા હતા, જેના પરિણામે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઇ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
આ માર્ગ ૫ તાલુકાના વિવિધ ગામડાને એકબીજા સાથે જોડે છે. અંદાજે ૧૬થી વધુ ગામ તથા શાળા સાથે આ માર્ગ સીધા જોડાય છે. માર્ગના નવીનીકરણથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વેપારીઓને મુસાફરીમાં સહેલાઈ થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ પાલનપુર હેઠળ કીડોતર થી કાકવાડા રોડ, વાઘાસણ વાંતડાંઉ થી ખોડા રોડ, કાણોદર થી ચાંગા મેતા રોડ, કાલેડા હરસિધ્ધપુરા થી નવા પાંડવા રોડ, ચેખલા થી તેરાતા વાત પ્રાથમિક શાળાને જોડતો રસ્તો તથા લીંબઉ થી સણાવિયા રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે.






