મતદારયાદી સઘન સુધારણા માટે બનાસકાંઠા મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક

20 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓશ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે.જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગની અપીલ.બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદારોને વિનંતી કરવામાં આવે છે કે, હાલમાં ચાલતી મતદારયાદી સઘન સુધારણા કામગીરી હેઠળ નાગરિકોએ ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને બીએલઓશ્રીને જમા કરાવાના રહેશે. મતદાન મથકે ગણતરી ફોર્મ જમા કરાવવાની આ છેલ્લી તક છે. આગામી તારીખ ૨૨ નવેમ્બર અને ૨૩ નવેમ્બરના રોજ એમ બે દિવસ સવારે ૦૯:૦૦ વાગ્યા થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી બી.એલ.ઓ પોતાના મતદાન મથક ઉપર મળશે તો જિલ્લાના નાગરિકોએ વહેલી તકે પોતાના ફોર્મ જમા કરાવવાના રહેશે.
જિલ્લામાં છાપકામ/ તાલીમ (Printing/Training) ૨૮ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૨૫, ઘર ટુ ઘર ગણતરી સમય ૪ નવેમ્બર થી ૪ ડિસેમ્બર ૨૦૨૫, મતદાર યાદીના મુસદ્દાની તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૫, દાવા–વાંધા માટેનો સમયગાળો ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૮ જાન્યુઆરી ૨૦૨૬, નોટિસ તબક્કો – સુનાવણી/ચકાસણી ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ તથા અંતિમ મતદાર યાદી પ્રકાશન ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ રહેશે. આવો સૌ સાથે મળીને મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” ઝુંબેશને આગળ વધારીએ.




