GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR ની ઓનલાઈન એન્ટ્રીમાં અનેક ખામીઓ

 

MORBI:મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા SIR ની ઓનલાઈન એન્ટ્રીમાં અનેક ખામીઓ

 

 

મોરબી જિલ્લામાં હાલ મતદાર યાદી સુધારણા SIR ની સઘન ઝુંબેશ ચાલી રહી છે. બીએલઓએ ઘરે ઘરે ફરી ફોર્મ વિતરણ કરી દીધાં બાદ ફોર્મ પરત આવતા નથી,આવે છે તો કોરા આવે છે,કારણ કે ઘણાં લોકોને વર્ષ:-2002 ની યાદીમાં ભાગ નંબર,ક્રમ નંબર મળતા નથી એના કારણે કોરા ફોર્મ આવે છે,જે બીએલઓએ ભરવા પડે છે.

ભરાયેલા ફોર્મ ઓનલાઈન કરવા માટેની એપ ખુબજ ધીમી ચાલે છે,એરર આવે છે,વારંવાર લોગીન કરવું પડે છે,લોગીન કર્યા બાદ ઘણાં મતદારોની વર્ષ:-2002 ની યાદી મુજબ જન્મ તારીખમાં ભૂલ હોય હાલની સાચી જન્મ તારીખ એન્ટર કરવામાં આવે તો ફોર્મ સબમીટ થતું નથી, 2002 ની માહિતી સાચી હોવા છતાં ઓનલાઇન કરતી વખતે નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે.તેમજ ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારમાં મિસમેચની સમસ્યા હલ થયેલ નથી,એક બુથ પર એક જ વ્યક્તિ લોગીન થઈ શકે છે,બીજો સહાયક લોગીન થઈ શકતો નથી પરિણામે ઓનલાઈન કામગીરી ખુબજ ધીમી ચાલે છે, સુપરવાઈઝર બિએલઓ પર કામગીરી કરવાનું દબાણ કરે છે પણ પ્રશ્ન હલ કરવામાં રસ ન હોવાના કારણે બીએલઓ ખુબજ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!