GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓ યોજાશે

 

MORBI:મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાઓ યોજાશે

 

 

ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરદ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરદ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવાનું હોય, મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આમાં ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા.૩૦-૧૧-૨૦૨૫સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી,રુમ નં.૨૩૬/૨૫૭,૨જો માળ ,તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે.તા.૩૦-૧૧-૨૦૨૫ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી.આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!