
ઝઘડીયા તાલુકામાં ગણિત–વિજ્ઞાન પ્રદર્શન 2025 નો ભવ્ય આયોજન












સી.આર.સી. પાણેથા ગ્રુપની પાણેથા કુમાર અને કન્યા શાળામાં કાર્યક્રમ સફળ પૂર્ણ
ઝઘડીયા તાલુકા હેઠળ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શનથી તાલુકા કક્ષાનું ગણિત–વિજ્ઞાન પ્રદર્શન 2025 પાણેથા ગામની પ્રાથમિક શાળા પાણેથા કુમાર અને પાણેથા કન્યા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ સાથે કરવામાં આવી હતી. ડાયટના લાયઝન અધિકારી ધર્મેન્દ્રભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. નાના વાસણા શાળાએ પ્રાર્થના ગીત તેમજ અશા શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.
સી.આર.સી. કો-ઓર્ડિનેટર દિલીપસિંહ ધરિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પાણેથા ગામના દાતાશ્રીઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ, સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
પ્રદર્શનના ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રૂપે દાનમાં મળેલ ટિફિન બોક્સ, પાણીની બોટલ, સીલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૃપાચાર્ય મુકેશભાઈ ડી. પટેલ, વિજયભાઈ વસાવા, જયશ્રીબેન વસાવા તેમજ ગ્રુપના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચથી આવેલી 10 બહેનો નિર્ણાયક મિત્ર તરીકે હાજર રહી તમામ કૃતિઓનું મૂલ્યાંકન કર્યું. જેમાં આમોદિયા કૃપાબેન, હેતલબેન પટેલ, જિજ્ઞાકુમારી પટેલ, હેતલબેન ડોડિયા, અમિષાબેન ભગત, અલ્પનાબેન મિસ્ત્રી, ધારાબેન દેસાઈ, આરતીબેન પટેલ, રીમાબેન પટેલ અને રીટાબેન પટેલનો સમાવેશ થાય છે.
વિજેતા શાળાઓ:
• વિભાગ–1 ટકાવ ખેતી – પ્રા. શાળા ટોઠીદરા
• વિભાગ–2 કચરું વ્યવસ્થાપન – પ્રા. શાળા બોરજાય
• વિભાગ–3 હરિત ઊર્જા – પ્રા. શાળા ખરચી
• વિભાગ–4 નવીન ટેકનોલોજી–ગણિત મોડેલિંગ – પ્રા. શાળા મોર તલાવ
• વિભાગ–5 આરોગ્ય–સ્વચ્છતા–જળ સંરક્ષણ – પ્રા. શાળા મોર તલાવ
ઝઘડીયા તાલુકાના કુલ 13 ક્લસ્ટરમાંથી, પ્રદર્શન માટે 1 થી 5 વિભાગમાં 65 કૃિતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં 130 વિદ્યાર્થીઓ અને 65 શિક્ષક મિત્રોએ સક્રિય ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.



