JUNAGADHJUNAGADH CITY / TALUKO

વ્યસન મુક્ત જુનાગઢ – સ્વસ્થ જુનાગઢના સંકલ્પને આધારે લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી “જુનાગઢ મેરેથોન – 2025” યોજાશે

વ્યસન મુક્ત જુનાગઢ – સ્વસ્થ જુનાગઢના સંકલ્પને આધારે લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી “જુનાગઢ મેરેથોન – 2025” યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વ્યસન મુક્ત જુનાગઢ – સ્વસ્થ જુનાગઢના સંકલ્પને આધારે લોટસ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5મી વખત “જુનાગઢ મેરેથોન – 2025” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯ વર્ષથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ વયજૂથના સ્પર્ધકો ભાગ લઈ શકશે. અને દરેક ઈવેન્ટમાં 1 થી 3 ક્રમ મેળવનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. સાથે સાથે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સંસ્થાની દ્વારા ટી-શર્ટ, મેડલ, સર્ટિફિકેટ, રિફ્રેશમેન્ટ સાથે એન્જોયમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમજ આ મેરેથોનનો તા. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ ને રવિવારના રોજ ગાયત્રી મંદિરના પરિસરથી પ્રારંભ થશે.
આ મેરેથોનમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઑનલાઇન છે. અરજી કરવા માટે વેબસાઇટ www.lotussportsacademy.org પર ફોર્મ ભરવાનું રહેશે, અને તારીખ. ૫ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકશે તેમજ વધુ માહિતી માટે 9909503720, 9687297962 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

Back to top button
error: Content is protected !!