GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત કૃષી યુનિ. ખાતે સ્વયંપ્રેરિત ખેડૂત તાલીમ યોજાઈ

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત કૃષી યુનિ. ખાતે સ્વયંપ્રેરિત ખેડૂત તાલીમ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત સ્વયંપ્રેરિત ખેડૂત તાલીમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડો. વી. પી. ચોવટીયાના અધ્યક્ષસ્થાને, કિસાન વિકાસ ભવન, સરદાર સ્મૃતિ કેન્દ્ર, કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે યોજાઈ હતી.
આ તાલીમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખેતવાડી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ જૂનાગઢ જિલ્લાના ચાર તાલુકા (જૂનાગઢ, મેંદરડા, વંથલી, માણાવદર) માંથી કુલ ૭૪ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) વિશે યોજનાકીય માહિતી, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ ડેમોન્સ્ટ્રેશન વગેરે વિષયો પર માસ્ટર ટ્રેનર તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
તેમજ યુનિવર્સિટી હસ્તકના જુદા-જુદા ફાર્મ અને કૃષિ દર્શનાલય મ્યુઝીયમની મુલાકાત થકી પ્રત્યક્ષ રીતે નેચરલ ફાર્મિંગ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક, ડો. એ.જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એન. બી. જાદવ, કુલસચિવ, ડો. વાય. એચ. ઘેલાણી ઉપસ્થિત રહયા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. એચ. સી. છોડવડીયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકએ કર્યુ હતુ.

Back to top button
error: Content is protected !!