થરાદ તાલુકા ના ખેડૂતો ને‘ફ્રી’નું વચન! છતાં પાક નિષ્ફળ ફોર્મ માટે રૂપિયા 100 વસૂલાત રાણેસરી કાસવી ગ્રામ પંચાયતનો મામલો ચર્ચામાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ તાલુકાના રાણેસરી કાસવી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાક નિષ્ફળાના ફોર્મ ભરાવવા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના ડેપ્યુટી સીએમ એક તરફ જાહેરમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે ખેડૂત પાસેથી એક રૂપિયો પણ લેવો નહિ, તો બીજી તરફ ગામડે ગામડે ફોર્મ ભરાવવા માટે મુકાયેલા વીસીઓ VC દ્વારા ખેડૂતો પાસેથી રૂ.100 લેવાતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
વિશિષ્ટ વીસી ખુદ કબુલાત કરે છે કે “ફોર્મ ભરવાના 100 રૂપિયા લઈએ છીએ,” એવી ખેડૂતોની વેદના છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો કે ફોર્મ પ્રક્રિયાના નામે સરકારી અધિકારીઓને પણ રૂપિયા આપવાના બને છે, જેના કારણે બંને બાજુથી ખેડૂતોને આર્થિક બોજનો સામનો કરવો પડે છે.
કાગળ પર ‘મફત’ની જાહેરાત અને જમીન પર ‘વસૂલાત’ ખેડૂતોને મરમરતી સ્થિતિમાં મૂકે છે. રાણેસરી કાસવી ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલી સીધી વસૂલાતના બનાવે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને મામલે તાત્કાલિક તપાસ તેમજ યોગ્ય પગલાના માગ ઉઠી છે.




