GUJARATTHARADVAV-THARAD

જમડા ગામમાંત્રણ સ્કૂલોમાં ફાયર સેફટી ડેમો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ ફાયર ટીમ દ્વારા આજે થરાદ તાલુકાના જમડા ગામની ત્રણ સ્કૂલોમાં વિશાળ “સલામતી માર્ગદર્શન કાર્યક્રમ” યોજાયો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ તથા તેમની અનુભવી ટીમે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સમક્ષ ફાયર સેફટી ડેમો, આગ લાગવા સમયે બચાવ પદ્ધતિ, ભૂકંપ-વાવાઝોડા-પૂર જેવી કુદરતી આપત્તિના સમયે લેવાના તાત્કાલિક પગલા જેવી જીવનરક્ષક માહિતી આપી.

જમડા ગામની મુખ્ય પ્રાથમિક શાળા, શ્રી ભગતવાસ પ્રાથમિક શાળા અને જમડા માધ્યમિક શાળા એમ ત્રણેય શાળાના મળીને લગભગ 450 વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાયર ટીમે રિયલ પ્રેક્ટિકલ ડેમો આપતાં આગ બુઝાવવાની ટેકનિક, ધુમાડામાંથી બચવાની રીત, પૂર પરિસ્થિતિ વાવાઝોડું આગ ક જેવી અગત્યની બાબતો સમજાવી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક સવાલો કર્યા હતા, જેને ફાયર ઓફિસર સહિત સમગ્ર ટીમે એક-એક મુદ્દાવાર સમજાવી પરિપુર્ણ જવાબ આપ્યા. ગામના સરપંચ તેમજ શિક્ષકમંડળે ફાયર ટીમનું સાલ પહેરાવી સન્માન કર્યું હતું. વાલીઓએ પણ આવા જીવનરક્ષક માર્ગદર્શન માટે ફાયર વિભાગની કામગીરીને વધાવી હતી

.

Back to top button
error: Content is protected !!