
તા.૨૦.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા HP પંપ પાસે ભયંકર અકસ્માત : બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, સવારની હાલત ગંભીર
ગરબાડા નજીક દાહોદ અલીરાજપુર હાઈવે પર હિન્દુસ્તાન પેટ્રોલ પંપ પાસે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફથી રૉંગ સાઈડમાં આવી રહેલી ફોરવ્હીલર ગાડી એ બાઈકને ભારે જોરદાર ટક્કર મારતા બાઈકને દૂર સુધી ઢસડી ગઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે બાઈકના ભૂકા બોલી ગયા હતા.આ અકસ્માતમાં ભીલવા ગામના બાઈક ચાલક કમજીભાઈ બારીયાનું ઘટનાસ્થળે જ દુખદ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈકના પાછળ સવાર વ્યક્તિ ગરબાડા માળ મોહનિયા ફળિયાના લાલાભાઈ ભાવસિંહ મોહનીયા છે તેને ગંભીર ઈજાઓ થતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બનતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા ગરબાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત મુદ્દે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.





