GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: ‘સ્વચ્છ ભારત’ અભિયાન’ જેતપુર નગરપાલિકા દ્વારા નગરમાં સાફ સફાઈ કરાાઇ

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઘન કચરા અને સૂકા કચરાને અલગ કરી યોગ્ય નિકાલ કરવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જાહેર સ્થળો પર ગંદકી ન કરવી, સમયાંતરે હાથ ધોવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકોને જાગૃત કરવામાં આવે છે.
જેના ભાગરૂપે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છત ભારત’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેતપુરના જી.વી.પી.એસ., સી.ટી.યુ., પબ્લિક ટોઇલેટ્સ, શેરીઓ, રહેણાંક વિસ્તારો, માર્કેટ, જાહેર રસ્તાઓની સાફ સફાઇ કરાવવામાં આવી હતી. તથા સોર્સ સેગ્રીગેશન અને ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.





