Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૬૫ લાખના ખર્ચે જસદણના રાજા વડલા (જામ) ગામના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અંદાજે રૂ.૬૫ લાખના ખર્ચે બનનારા રસ્તાનું જસદણના રાજાવડલા ગામ ખાતે ખાત મુહૂર્ત કરાયું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગઢડિયા, રામળીયા, ખડવાવડી, રાજવડલા સહિતના ગામોના રસ્તાઓના રીકાર્પેટીંગ, કોઝ- વે, ડામરની સપાટીનું કામ, રસ્તાઓ સમથળ કરવા સહિત રીપેરીંગની કામગીરી સત્વરે કરવામાં આવશે. રસ્તાઓ ગુણવત્તાયુક્ત અને નિયત સમય મર્યાદામાં તૈયાર કરવા તેમજ રાહદારીઓ તથા પરિવહન માટે સરળતા રહે તે માટે તકેદારી રાખવા મંત્રીશ્રીએ સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. ઉપરાંત, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌની યોજનાથી રાજાવડલા ગામના તળાવ સુધી પાણી પહોંચાડવાના કામની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. ગામડાઓની મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં જોડાઈ અને ધો.૧૦ અને ૧૨ પછી વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ.માં તાલીમ મેળવી યોગ્ય રોજગારી પ્રાપ્ત કઈ રીતે કરી શકે તે અંગે મંત્રીશ્રી સવિસ્તાર માહિતી આપી હતી.
આ તકે ગામના અગ્રણીઓ શ્રી વાઘજીભાઇ, રવજીભાઈ, મુકેશભાઈ, પ્રદીપભાઇ, ગોકળભાઇ, રણછોડભાઈ, સામાજિક અગ્રણીશ્રીઓ, સરપંચ શ્રી નાનજીભાઈ નાથજીભાઈ, જન પ્રતિનિધિશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો, મામલતદાર શ્રી આઇ.જી. ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.





