
યોગેશ કાનાબાર રાજુલા
*ગોંડલ કોર્ટમાં રૂપિયા ૧૬,૮૨,૮૧૪/- ના ચેક રિટર્ન કેસમાં આરોપી તરફે એડવોકેટ શૈલેષ વઢવાણા જાફરાબાદ વાળા ની રજૂઆત અને દલીલો ગ્રાહ્ય રખાય અને આરોપીને નિર્દોષ ઠેરવતી ગોંડલ કોર્ટ*
ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી ગોંડલ કોર્ટ હુકમ કરેલ છે જેમાં કેસની વિગત એવી છે કે ફરિયાદી પરદેશ એન્ટરપ્રાઇઝ ના ભાગીદાર કૌશલભાઈ હરેશભાઈ કોટડીયા દ્વારા 2019 માં ફરિયાદ ગોંડલ નામદાર કોર્ટમા દાખલ કરવામાં આવેલ અને આરોપી તરીકે જય માતાજી કન્સ્ટ્રકશનના પ્રોપરાઇટર કમલેશભાઈ શામજીભાઈ શિયારા સામે ફરિયાદ નોંધાવેલ જેમાં ફરિયાદીએ આરોપી ને આર.સી.સી કંપાઉન્ડવોલ માલ મોકલેલ જે બીલની કુલ રકમ પેટે રૂપિયા ૧૬,૮૨,૮૧૪/- ની રકમ નો આઈ સી આઈ સી આઈ બેંક જાફરાબાદ શાખા નો ચેક આપેલ જે ચેક કેનેરા બેંક ગોંડલ શાખામાં જમા કરાવતા તે ચેક પરત ફરેલ જેમાં પેમેન્ટ સ્ટોપેડ બાય ડ્રોવર ના શેરા સાથે પરત ફરતા ફરિયાદીએ ચેક રીટર્ન બાબતે પહેલા નોટીસ બાદ નામદાર કોર્ટમા ફરિયાદ આપેલી જે ફરિયાદ મુજબ કેસ સાબિત કરી શકેલ ન હોય જે આ કેસ છ વર્ષ અને બે માસ છ દિવસ જેટલો સમય ચાલેલ જેમાં આરોપી તરફે એડવોકેટ દ્વારા કેસની રજૂઆત તેમજ દલીલો રજુ કરતા ગોંડલના એડી. ચીફ. જયુ. મેજી. નામદાર કોર્ટ ના મેહુલ દેવદાસભાઈ પરમાર સાહેબે આરોપીને ચેક રીટર્ન કેસમાં નિર્દોષ ઠેરવેલ જેમાં આરોપી પક્ષે *એડવોકેટ* *શૈલેષભાઈ વઢવાણા* રહે *જાફરાબાદ* વાળા રોકાયેલ અને સાથે મીતાબેન ખેતીયા ગોંડલ તથા બીપીનભાઇ મંડોરણા અમરેલી વાળા એ સાથ આપેલ હતા.





