GUJARATIDARSABARKANTHA

ઝારખંડ ‘સંવાદ’ ફેલોશિપ ૨૦૨૫ માટે સાબરકાંઠા–અરવલ્લીના સાત આદિવાસી યુવાનોની રાષ્ટ્રીય પસંદગી : સમાજમાં ગર્વનો માહોલ

ઝારખંડ ‘સંવાદ’ ફેલોશિપ ૨૦૨૫ માટે સાબરકાંઠા–અરવલ્લીના સાત આદિવાસી યુવાનોની રાષ્ટ્રીય પસંદગી : સમાજમાં ગર્વનો માહોલ

જમશેદપુર (ઝારખંડ), તા. ૨૧ નવેમ્બર ૨૦૨૫

ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત દેશની પ્રતિષ્ઠિત ‘સંવાદ ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ–૨૦૨૫’ માટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી સાત આદિવાસી યુવા નેતાઓની પસંદગી થઈ છે. દેશભરમાંથી માત્ર ૨૦૦ યુવાનોની જ પસંદગી થતી હોવા છતાં ઉત્તર ગુજરાતના સાત યુવાનોને સ્થાન મળતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ગર્વનો માહોલ છવાઈ ગયો છે.

પસંદગી પામેલા યુવા નેતાઓ

1. શ્રી દામા રાજેશકુમાર જીવાભાઈ – સરપંચ, સીયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત

2. શ્રી કલાસવા અશ્વિનભાઈ જીવાભાઈ – સરપંચ, ખલવાડ ગ્રામ પંચાયત

3. શ્રી ડામોર સંજયભાઈ નાનજીભાઈ – નાયબ સરપંચ, મહેરું ગ્રુપ ગ્રામ પંચાયત

4. શ્રી નિનામા વિજેન્દ્રભાઈ મનજીભાઈ(સામાજિક કાર્યકર)

5. શ્રી હડાત અલ્પેશભાઈ મોહનભાઈ, ટોલડુંગરી – વિજયનગર

6. શ્રી ડામોર હરપાલભાઈ ધનજીભાઈ, મોધરી – વિજયનગર

7. કુ. મોડિયા હેતલબેન રમેશભાઈ, સારોલી – વિજયનગર

આ બધા યુવાનો પોતાના વિસ્તારમાં સામાજિક કાર્ય, નેતૃત્વ તથા આદિવાસી સમાજના હિતોમાં સક્રિય રીતે કાર્યરત છે.

રાષ્ટ્રીય નેતૃત્વ તાલીમ — ૧૫ થી ૧૯ નવેમ્બર, ૨૦૨૫

ઝારખંડના જમશેદપુર ખાતે યોજાનારી ૫ દિવસની આ તાલીમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા નીચેના મહત્વના વિષયો પર માર્ગદર્શન મળશે:

નેતૃત્વ કૌશલ્ય

સામાજિક પરિવર્તન અને નીતિ નિર્માણ

સંઘર્ષ વ્યવસ્થાપન

ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ

આદિવાસી અધિકાર તથા કાયદાકીય જાગૃતિ

વિશેષ : ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત

૧૫ નવેમ્બરના ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે તમામ ભાગીદારોને ઉલીહાટુ ખાતે ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત કરાવવામાં આવશે — જે દરેક આદિવાસી યુવાન માટે પ્રેરણાદાયી ક્ષણ હશે.

સંવાદ કાર્યક્રમ — ૨૦૧૪ થી સતત સફળતા

સંવાદ કાર્યક્રમ ૨૦૧૪ થી શરૂ થયો હતો. અત્યાર સુધી હજારો આદિવાસી યુવાનો આ તાલીમથી પ્રેરાઈને પોતાના વિસ્તારોમાં નેતૃત્વની નવી દિશા આપી રહ્યા છે. ઘણા પૂર્વ ફેલો આજે સાંસદ, ધારાસભ્ય, સામાજિક આંદોલનના નેતા અને સફળ ઉદ્યોગસાહસિકો બની ચૂક્યા છે.

સ્થાનિક સમાજ, શિક્ષણવિદો અને રાજકીય વર્તુળોમાંથી આ સાતેય યુવાનોને વધાવવાના સંદેશાઓ મળી રહ્યા છે. આ પસંદગી ઉત્તર ગુજરાતના આદિવાસી યુવાનોમાં નેતૃત્વની નવી આશા જગાડે છે.

આ તમામ પસંદગી પામેલા યુવા નેતાઓને હાર્દિક અભિનંદન અને ઝારખંડ તાલીમ માટે હંમેશાં શુભેચ્છાઓ!

જયંતિ પરમાર

Back to top button
error: Content is protected !!