GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લીલાપર રોડપર મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના લીલાપર રોડપર મોપેડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લીલાપર રોડ ઉપર ઍક્સેસ મોપેડ લઈને આવતા આરોપી જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા ઉવ.૨૦ રહે. લીલાપર રોડ ચાર માળીયા બી-૧૨ મોરબી વાળાને રોકી તેની તલાસી લેતા, આરોપી પાસેથી ૭ લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ઍક્સેસ મોટર સાયકલ રજી. નં. જીજે-૩૬-એડી-૦૦૪૧ કિ.રૂ.૨૫,૦૦૦/- સહિત કુલ રૂ.૨૬,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આરોપી આફતાબ હાજીભાઈ સમા રહે.લીલાપર રોડ ચાર માળીયા વાળાનો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






