ઓગડ તાલુકાના થરા ખાતે કંડકટરની માનવતાની મહેંક પ્રસાવતી પીનલ જોષી..
નચિકેતા આર્ટ્સ કોલેજની વિધાર્થીની એફ.વાય.બીએ. માં અભ્યાસ કરતી ચાંગા ગામની ઠાકોર આરતીબેન

ઓગડ તાલુકાના થરા ખાતે કંડકટરની માનવતાની મહેંક પ્રસાવતી પીનલ જોષી..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ નચિકેતા આર્ટ્સ કોલેજની વિધાર્થીની એફ.વાય.બીએ. માં અભ્યાસ કરતી ચાંગા ગામની ઠાકોર આરતીબેન આજરોજ તા. ૨૧/૧૧/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે સ્કૂલે જવા બસમા સવાર થયેલ અને થરા સ્કૂલે જવા ઉતરી ગયેલ ત્યારે તેનું પર્સ અને પર્સમાં મુકેલા ૩,૫૦૦/-રૂ. બસમાં ભૂલથી રહી ગયેલ. બસ માં કંડક્ટર તરીકે ફરજ બજાવતી શિરવાડા ગામની જોષી પીનલબેન તેજાભાઈ ના હાથમા પર્સ આવતા તપાસ કરતા નચિકેતા કોલેજની વિધાર્થીનીને પરત કરતા પ્રામાણિકતાનું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. નચિકેતા સંસ્કારધામના તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ,સંસ્થાના ડૉ. મહેશભાઈ જોષીએ સ્વામી વિવેકાનંદની છબી આપી સન્માન કર્યું હતું. પ્રામાણિકતાની કદર કરતા શાળા પરિવારે શુભેચ્છાઓ આપેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530




