BODELICHHOTA UDAIPURGUJARAT

562 રજવાડાંના એકીકરણના નાયક સરદાર પટેલને સમર્પિત બોડેલી યુનિટી માર્ચ 2025

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત આજે યુનિટી માર્ચ 2025 નું વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું.દેશની આઝાદી બાદ દેશનાં 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર યુનિટી માર્ચ પદયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તે અંતર્ગત બોડેલી ખાતે પણ બોડેલી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંખેડાનાં ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, પદયાત્રા ઇન્ચાર્જ જયદીપસિંહ રાઠોડ, બોડેલી પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિકા રાઓલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા સહિત બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શિતલકુંવરબા મહારાઉલ, બોડેલી અને સંખેડા તાલુકા ભાજપા પ્રમુખ નીલ પટેલ તેમજ જૈમીન પટેલ વિગેરે સાથે બોડેલી સંખેડા અને નસવાડી ના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવો એ બોડેલી એપીએમસી ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે પદયાત્રા એપીએમસી થી ઢોકલીયા ત્રણ રસ્તા થઈ અલીપુરા ચાર રસ્તા થી આગળ વધી રોડ પરથી બોડેલી સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, પદયાત્રા ઇન્ચાર્જ જયદીપસિંહ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાઓના વિદ્યાર્થીઓ, નગરજનો અને પાર્ટીના કાર્યકરોને સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી માટે આપેલ બલિદાન અને દેશના 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું જે નિર્માણ કર્યું તેને યાદ તેઓની 150 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તે અંતર્ગત આજે અત્રે બોડેલી ખાતે આયોજિત પદયાત્રા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલનાં આદર્શોને સંકલ્પ પણ પુનઃ સમર્પિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે તેમ કહી વધુમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત થકી આપેલા એકતા ના મંત્રને સાકાર કર્યો છે નું જણાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીનાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી, એક ભારત આત્મા નિભૅર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. આયોજિત યુનિટી માર્ચમાં બોડેલીની શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી ખત્રી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ નવજીવન હાઇસ્કુલ, સફાયર સ્કૂલ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!