ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : SOG દ્વારા નશાના કારોબારનો મોટો પર્દાફાશ, ટ્રકમાંથી 9.800 કિલો ગાંજો ઝડપી બે ઈસમ પકડાયા, મોડાસામાં ચાલતા ગાંજાના કારોબાર નો થઈ શકે છે મોટો પર્દાફાશ 

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યુવાધન ગાંજાના નશામાં ધૂત બન્યું હોવાની ચર્ચાઓ,

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : SOG દ્વારા નશાના કારોબારનો મોટો પર્દાફાશ, ટ્રકમાંથી 9.800 કિલો ગાંજો ઝડપી બે ઈસમ પકડાયા, મોડાસામાં ચાલતા ગાંજાના કારોબાર નો થઈ શકે છે મોટો પર્દાફાશ

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યુવાધન ગાંજાના નશામાં ધૂત બન્યું હોવાની ચર્ચાઓ

અરવલ્લી જિલ્લામાં નશાના કારોબાર વિરુદ્ધ પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અરવલ્લી SOG ટીમે રાજસ્થાનથી મોડાસા તરફ આવતી એક ટ્રકમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધો છે. ટ્રકના એન્જિન કવરમાં કુશળતાથી છુપાવવામાં આવેલ રૂપિયા 4.90 લાખનો 9 કિલો 800 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો આ બાબતે SOG એ ટ્રક ચાલક સહિત ગાંજો મંગાવનાર મોડાસાના રાણાસૈયદ વિસ્તરના ઈસમની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ જથ્થો યુવાધનને નશાના રવાડે ચડાવવાના એક નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જેના ખુલાસા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંજો સપ્લાય કરનાર સુધી પહોંચવા પણ પોલીસે તજવીજ શરૂ કરી છે.કાર્યવાહી દરમિયાન પોલીસએ ગાંજો, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 57.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ માલપુર વિસ્તારમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જે દર્શાવે છે કે જિલ્લામાં નશાના કારોબારને લઈ પોલીસે સતત કડક કાર્યવાહી શરૂ રાખી છે.અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી નશાના વેપારીઓની હલચલ મચી ગઈ છે.

Back to top button
error: Content is protected !!