હાલોલના ખરેટી ગામમાં કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧૧.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ખરેટી ગામમાં તા. ૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ખેડૂતોના કલ્યાણ અને જ્ઞાનવર્ધન અર્થે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને ટકાઉ ખેતી તેમજ પશુપાલનની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી તેઓને માર્ગદર્શન આપવાનો હતો.આ કિસાન ગોષ્ઠીમાં ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્રના અગ્રણી વૈજ્ઞાનિકો ડૉ. જનકભાઈ પટેલ,ડૉ. ગિરીશભાઈ હડિયા અને ડૉ. આર.વી.હજારીએ વિશેષરૂપે હાજરી આપી હતી. તેમણે ખેડૂતો ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે તે હેતુથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, ડેરી વિજ્ઞાન કેન્દ્રના પશુપાલન ચિકિત્સક ડૉ. ભાવિનભાઈ પટેલે પશુપાલનના વૈજ્ઞાનિક અભિગમો અને પશુઓના સ્વાસ્થ્ય જાળવણી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.આ તકે આત્મા સ્ટાફમાંથી બીટીએમ સંદીપભાઈ, એટીએમ સુરેશભાઈ અને ઘનશ્યામભાઈ તેમજ જીપીકેવીબીના સ્ટાફમાંથી ટીપીએમ શ્રી હર્ષભાઈ પટેલે પણ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે માહિતગાર કર્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ ખેડૂતો અને સ્ટાફ સભ્યોને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.










