DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધોળી દાંતી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા 4 ટીબી દર્દી ને નિશ્ચય પોષણ કીટ વિતરણ

તા.૨૧.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ધોળી દાંતી ગ્રામ પંચાયત ના સરપંચ મીનાબેન સંદેશભાઈ હટીલા દ્વારા 4 ટીબી દર્દી ને નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ અને પ્રા આ કેન્દ્ર રૂપાખેડા ના મેડિકલ ઑફિસર માર્ગદર્શનમાં ધોળીદાંતી ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન સંદેશભાઈ હટીલા દ્વારા 4 ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામા આવી ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 માં છે     ધોળીદાંતી ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન સંદેશભાઈ હટીલા, દ્વારા 4 ટીબી દર્દી ને પોષણ કીટ આપવામાં આવી જેમાં પ્રા આ કેન્દ્ર રૂપાખેડા ના મેડિકલ ઑફસર ડૉ મંજુ મીના, ડૉ ઝીલ નાયક તેમજ IMPACT INDIA ના PSMRI ટીમ તથા KHPT ના સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના સેજલબેન રોઝ તેમજ CHO ,MPHW અને FHW અને આશા વર્કરબેનો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!