વાંસદા તાલુકા શિક્ષક સંઘ સહિત શિક્ષકોએ BLO ની કામગીરીને લઈ મામલતદાર માં આવેદન પત્ર આપ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા મામલતદાર સહિત ટી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આક્રોશ સાથે આવેદન પત્ર સુપરત કર્યો હતો જેના જણાવ્યું હતું કે તાલુકાના શિક્ષકો BLO માં જોડાયેલા છે પરંતુ એમની સાથે બીજા પ્રાથમિક વિભાગના શિક્ષકોના ઓર્ડર કરતા શિક્ષણ માં ભારે હાલાકી પડી રહી છે શિક્ષણ બગડી રહ્યો છે જેથી પ્રાથમિક વિભાગના શિક્ષકોએ સંઘ સાથે મળી આક્રોશ વ્યક્ત કરી મામલતદાર પ્રાંત અધિકારી ,ટી.ડી.ઓ. તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી ધારદાર રજૂઆત કરી ઓર્ડર કેન્સલ નહી કરવામાં આવે તો સામૂહિક કામગીરી બંધ કરીશું ની ચીમકી પણ આપી હતી
વાંસદા તાલુકામાં મતદાર યાદી તૈયાર કરવા માટે તાલુકામાં 203 બુથમાં 180 BLO તરીકે નિમણૂક કરી છે અને કામગીરી કરી રહ્યા છે પરંતુ એમની સાથે સહાયક તરીકે પ્રાથમિક વિભાગના 200 શિક્ષકોના નવા ઓર્ડર કરતા શિક્ષક વિભાગમાં ખળભળાટ મચી જવા પામી હતો જેને લઈ શિક્ષક સંઘ સાથે મળી તાલુકા પ્રાથમિક વિભાગના શિક્ષકો અને શિક્ષિકાઓએ એક આક્રોશ સાથે મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર કચેરીમાં ભેગા મળી મામલતદાર મીત મોદી અને ટી.ડી.ઓ. રાજેન્દ્રસિંહ પરમારને આવેદન પત્ર સુપરત કર્યું હતું જેમાં જણાવ્યું હતો કે અમારા પ્રાથમિક વિભાગના શિક્ષકો આગળ BLO તરીકે સારી કામગીરી કરી રહ્યા છે ત્યાર પછી બીજા 200 જેટલા શિક્ષકોના સહાયક તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે જેને લઈ શાળા ચલાવવા માટે શિક્ષકો રહેતા નથી અને છોકરાઓ નો ભણતર બગડવાનો છે જેથી કરીને BLO સાથે સહાયક તરીકે ઓર્ડર થયા છે જે તાત્કાલિક ધોરણે રદ્દ કરી અન્ય કેડર ના કર્મચારીઓને સહાયક તરીકે લેવામાં આવે નહી તો અમે તમામ શિક્ષકોએ BLO ની કામગીરી બંધ કરીશું એવી ચીમકી પણ આપી હતી
બોક્સ 1
BLO દ્વારા મતદારના ફોર્મ ભરાયા બાદ ઓનલાઈન કરવા માટે ત્રણ ચાર કલાકનો સમય નીકળી જાય છે જેથી કરીને અમારા BLO માત્ર ફોર્મમાં પૂરતી વિગત ભરીને ચૂંટણી વિભાગ માં જમા કરાવશે




