GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: વાંસદા તાલુકાના ખાનપુર ગામે રસ્તાની રીસફ્રેસીંગની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામો એવા ખાનપુર ગામેથી નીકળતા રસ્તા માટે 1.710 કિલોમીટરના રસ્તા અંદાજિત 102.60 કરોડના ખર્ચે રસ્તાની રિસર્ફસિંગ ની કામગીરી શરૂ કરતા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો

વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની રસ્તાના રિસર્ફેસિંગ તથા નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં MMGSY 10 વર્ષ રીસરફેસીંગ(PMGSY)વર્ષ: 2024-25 યોજના હેઠળ ખાનપુર ગૌત્રી ફળીયા રોડ કુલ ૧.૭૧૦ કિમી રસ્તાના રિસર્ફેસિંગ માટે કુલ રકમ ૧૦૨.૬૦ લાખ મંજુર થયેલ છે. ચોમાસા ની ઋતુ પૂર્ણ થયા બાદ રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.રીસર્ફેસિંગની કામગીરીનો મુખ્ય હેતુ રોડ પરના ખાડાઓ દૂર કરવા અને નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાનો છે. અને અંતરિયાળ આદિવાસી વિસ્તાર ના લોકો ને વાંસદા ખાતે કચેરીના કામ કાજ તથા વ્યવસાય માટે આવવામાં ખૂબ જ સરળતા રહેશે.તાલુકામાં રસ્તાઓનું રિસર્ફેસિંગ તથા નવીનીકરણ કરવાથી આદિવાસી અંતરીયાળ વિસ્તારની કનેક્ટિવિટી સુધરશે અને લોકોને ઓછા સમયમાં મુસાફરી કરવા મળશે

Back to top button
error: Content is protected !!