GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા તાલુકાની લીમઝર પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ લીમઝર પ્રાથમિક શાળા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત  શાળાનો ગાંધીનગર ખાતે યોજાયેલ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણ પત્ર વિતરણ સમારોહમાં પી.એમ.શ્રી શાળા ઉપ શિક્ષિકા ને એવોર્ડ આપી સન્માનિત કરતા શાળા પરિવારમાં ખુશીનો માહોલ

વાંસદા તાલુકાના પી.એમ.શ્રી લીમઝર પ્રાથમિક શાળા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ  ગાંધીનગર ખાતે વર્લ્ડ રેકોર્ડ  પ્રમાણ પત્ર સમારોહમાં શાળાના ઉપ શિક્ષિકા પન્નાકુમારી કે.પટેલ ને  વર્લ્ડ રેકોર્ડ પ્રમાણ પત્ર આપવામાં આવ્યો હતો જેમાં તેઓ અને શાળાના વિધાર્થીઓ દ્વારા 1200 કરતા પણ વધારે બોટલ એકત્રિત કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં કુલ 51 હજાર વિધાર્થીઓ દ્વારા 3,50,000/ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરીને રિસાયકલ કરવા માટેની ઝુંબેશમાં પી.એમ.શ્રી લીમઝર પ્રાથમિક શાળા ના ઉપ શિક્ષિકા પન્નાકુમારી પટેલએ નોંધ પાત્ર ભાગીદારી નોંધાવી હતી તેમણે આ સિધ્ધિ બદલ માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ સચિવ પુલકિતભાઈ જોષીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને મેડલ આપી સન્માનિત કર્યા હતા તેમજ માધવ ચેરિટેબલ ટ્રસ્ટ  કપડવંજ ના મિનેશભાઈ પ્રજાપતિ ,સુરેશભાઈ ઠક્કર ,ગોવિંદભાઈ રબારી અને સમગ્ર રાજ્ય  સયોજક ટીમે શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા ના આચાર્ય તેમજ શિક્ષકગણ તથા શાળા પરિવારે  શુભેચ્છાઓ પાઠવી હતી

Back to top button
error: Content is protected !!