MORBI મોરબી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિવિધ એસોસિએશન દ્વારા પુષ્પવર્ષા થી સ્વાગત કર્યું

MORBI મોરબી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિવિધ એસોસિએશન દ્વારા પુષ્પવર્ષા થી સ્વાગત કર્યું
મોરબી : આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ મોરબી ભાજપના નવીન કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી પધાર્યા હતા. તેમના આગમન નિમિત્તે મોરબીના વિવિધ ઉધોગ ક્ષેત્રોની એસોસિએશનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પર પુષ્પવર્ષા કરાઈ અને સૌએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ સ્વાગત દરમિયાન મોરબી સિરામિક પરિવાર, મોરબી બિલ્ડર એસોસિએશન, મોરબી પેકેજીંગ એસોસિએશન, પેપર મિલ એસોસિએશન, મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન, મોરબી સિરામિક મિનરલ પરિવાર, મોરબી લેમિનેટ્સ પરિવાર, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ, પોલીપેક એસોસિએશન સહિતના પ્રમુખો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ એસોસિએશનોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સન્માન પૂર્વક સ્વાગત કરી મોરબી ઉધોગજગતની એકતા અને ઉત્સાહનો પ્રતીક દર્શાવ્યો હતો.








