GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

 

MORBI:મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

 

 

મોરબી જીલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસાદ પરષોતમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ શિહોરા, પુનમબેન માડમ, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

 

કમલમ કાર્યાલય ઉદ્ઘાટન બાદ અમિત શાહે સભાને સંબોધન કરતા મોરબીવાસીઓની ખુમારીના વખાણ કર્યા હતા મોરબી ખુમારીવાળું શહેર છે મચ્છુ જળ હોનારત પછી મોરબી ઉભું થયું છે અને પોતાની તાકાત બતાવી છે તો મોરબીવાસીઓનો વતનપ્રેમ પણ અનોખો છે પાટીદાર સમાજે પોતાના વતનમાં જ સિરામિક ઉદ્યોગનો પાયો નાખ્યો અને આજે દેશનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ મોરબીમાં વિકસ્યો છે ઘડિયાળ ઉદ્યોગે પણ સમગ્ર વિશ્વમાં મોરબીનું નામ રોશન કર્યું છે

કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે અગાઉ મોડેલ કાર્યાલય જોવા કાર્યકરોને કર્ણાટક મોકલતા હતા હવે મોરબી જોઈ આવો તેમ કહેવું પડશે તો કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે લોકો ભાજપ અને એન્ડીએના વળતા પાણીની વાતો કરતા હતા તેને બિહારનું પરિણામ જોઈ લીધું છે અને તામીલનાડુ તેમજ બંગાળમાં ભાજપ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો તેમજ કોંગ્રેસ ઘૂસપેઠીયાઓને સમર્થન કરે છે તેવા પ્રહારો કર્યા હતા મોદી સરકારની રામ મંદિર, ચંદ્રયાન, કાશ્મીરમાંથી ૩૭૦ કલમ હટાવવા તેમજ અન્ય યોજનાઓના વખાણ કર્યા હતા

Box અમિત શાહના આગમન પૂર્વે સભા મંડપમાં આપ કાર્યકરોની નારેબાજી – અમિત શાહ પહોંચે તે પૂર્વે સભા મંડપમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘુસી આવ્યા હતા જય જવાન, જય કિસાનના નારા લગાવ્યા લગાવ્યા હતા જેથી પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા તેમજ રવાપર ચોકડીથી નીકળી આપ કાર્યકરો અમિત શાહને વિવિધ મુદે આવેદન આપવા માંગતા હતા પરંતુ પોલીસે કાર્યકરોને ડીટેઈન કરી લીધા હતા

Back to top button
error: Content is protected !!