MORBI;મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાશે

MORBI;મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પ યોજાશે
મોરબી : શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક-મોરબી અને ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મોરબીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ જનતા સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવાનો છે.
આ કેમ્પમાં જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. તેજસ જોગી (M.S. Orthopaedic) દ્વારા સાંધાના દુખાવા, કમર-ગળાના દુખાવા, તેમજ હાડકાં અને સ્નાયુ સંબંધિત વિવિધ રોગોની તપાસ કરી તબીબી માર્ગદર્શન આપવામાં આવશે. લોકોમાં વધતી ઓર્થોપેડિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ડૉ. જોગી દ્વારા યોગ્ય સારવાર, કાળજી અને જરૂરી ચિકિત્સા અંગેની વિગતવાર સમજણ પણ આપવામાં આવશે. સાથે સાથે દર્દીઓને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની ખાસ સુવિધા પણ પ્રદાન કરાશે, જેથી સારવાર વધુ અસરકારક અને આરામદાયક બને.
આ મેડિકલ કેમ્પનું આયોજન આગામી તારીખ 23-11-2025, રવિવારના રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી રહેશે. કેમ્પનું સ્થળ શ્રી આયતિજ ફિઝિયોથેરાપી ક્લિનિક, નિલકંઠ પ્લાઝા-2, નાની કેનાલ રોડ, સનરાઇઝ વિલ્લા સોસાયટીની બાજુમાં, મોરબી ખાતે યોજાશે. કેમ્પમાં ભાગ લેવા અને નામ નોંધાવવા માટે અપોઇન્ટમેન્ટ નં.95124 10099 પર સંપર્ક કરવાનો રહેશે.
આ કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિએ પોતાના અગાઉના તમામ રિપોર્ટ્સ સાથે લાવવા વિનંતી કરવામાં આવી છે, જેથી યોગ્ય અને ઝડપી તપાસ શક્ય બને. આ સમગ્ર મેડિકલ કેમ્પનો હેતુ વધુમાં વધુ લોકોને નિઃશુલ્ક તબીબી સેવાઓ પહોંચાડીને જન આરોગ્યને મજબૂત બનાવવાનો છે. આયોજકો દ્વારા મોરબી તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ સેવા કાર્યનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.







