HALVAD: તંત્ર ના પાપે – હળવદ તાલુકા ના મેરુપર ગામ પાસે ટેકાના ભાવે મગફળી વેચવા જતા ખેડૂતનું ટ્રેક્ટર પલ્ટી મારી ગયું

HALVAD: તંત્ર ના પાપે – હળવદ તાલુકા ના મેરુપર ગામ પાસે ટેકાના ભાવે મગફળી વેચવા જતા ખેડૂતનું ટ્રેક્ટર પલ્ટી મારી ગયું
હળવદ તાલુકાના મેરુપર ગામ નજીક મેરુપર ના ખેડૂત પરસોત્તમભાઈ માધુભાઈ પટેલ ટેકાના ભાવે હળવદ મગફળી વેચવા માટે જતા હતા ત્યારે ખરાબ રસ્તા ના કારણે ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું
ટ્રેક્ટરની ટ્રોલીમાં ઉપર બેઠેલા મજૂરનો આબાદ બચાવ થયો હતો.ગામના સરપંચ રાજુભાઈ રાજપૂત દ્વારા દ્વારા અનેક વખત ઈરીગેશનને અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને રજૂઆત કરવામાં આવી છે રોડમાં ખાડા પૂરો પણ તંત્ર બેરા કાને મુગુ હોય તંત્ર ના વાકે મેરપર અને ગોલાસણના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટ્રેક્ટર ટોલી સાથે પલટી મારી જતા ખેડૂતોને મજૂરનો આબાદ બચાવ થયો હતો પરંતુ મગફળી ઢોળાઈ ગઈ હતી અને ખેડૂતને નુકસાન પહોંચ્યું હતું તો આ તંત્ર દ્વારા હવે રોડનું કામ કરવામાં આવે તેવી ખેડૂતો અને મેરુપર અને ગોલાસણના લોકોની માંગ છે.








