MORBI:મોરબી મહાનગરપાલિકા સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવા દ્વારા ધમાલ ગલી પ્રાચીન રમતોનું વિશેષ આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવા દ્વારા ધમાલ ગલી પ્રાચીન રમતોનું વિશેષ આયોજન
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવા અને નવી પેઢીને પરંપરાગત રમતો સાથે જોડવા માટે ૨૩ નવેમ્બરે ધમાલ ગલી પ્રાચીન રમતોનું વિશેષ આયોજન કેસર બાગ ખાતે કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા તરફથી શહેરના નાગરિકોને સંસ્કૃતિ, પરંપરા અને સ્વસ્થ મનોરંજન સાથે જોડવાની દિશામાં નોંધપાત્ર પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત આવનાર ૨૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ મોરબી-૨ ખાતે એલ.ઈ. કોલેજ રોડ ઉપર આવેલ કેસર બાગ ખાતે ધમાલ ગલી પ્રાચીન રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મોરબી શહેરની વારસાગત ઓળખને નવી ઊંચાઈ આપી, ખાસ કરીને બાળકો અને યુવાનોને જૂની રમતોનો જીવંત અનુભવ કરાવવાનો છે. આ આયોજનમાં પરંપરાગત રમતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં લંગડી, આંધળો પાટો, કોથળા દોડ, ભમરડો, લખોટી, દોરડા કૂદ તેમજ ધમાલિયો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં ધીરે ધીરે લુપ્ત થતી આ રમતોને ફરી લોકચેતનામાં લાવવા માટે મહાનગરપાલિકા આ કાર્યક્રમને સમાજ જોડાણનો એક મહત્વપૂર્ણ સ્તંભ માની રહી છે.
મોરબી મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શહેરના સાંસ્કૃતિક વારસાને જાળવવાની આ પહેલને સફળ બનાવવા હાર્દિક અપીલ કરી છે. આગામી ૨૩ નવેમ્બર, રવિવારના દિવસે સવારે ૭.૩૦ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં દરેક વયના લોકો માટે ઉત્સાહ, મનોરંજન અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે.






